પોર રમણગામડીમાં બંધ કંપની પાછળ જુગાર રમતા 3 શકુની ઝડપાયા

રમણગામડીની સીમમાં જુગાર રમતા 3 ઈસમઓને પોલીસે પકડી પાડી કાયદેસરની તજવીજ હાથ ધરી છે. વરણામાં પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ આઈ.પી.એસ.નિતેશ પાંડે તથા વરણામાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી, જુગાર, દારૂ ઉપર અંકુશ લાવવા માટે વરણામાં પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.એમ.આર.પટેલની માહિતી હેઠળ વરણામાં પોલીસ સ્ટેશનના ડી.ટીમના માણસોને બાતમીદારથી બાતમી મળી કે પોર જી.આઈ.ડી.સી.માં આવેલ રમણગામડી સીમમાં એક બંધ ભંગાર સોલાર સાન નામની કંપનીની પાછળના ભાગે આવેલ ગૌચરની બાવળની ઝાડીઓમાં કેટલાક શખ્સો પતા પાનાનો જુગાર રમી રહ્યા છે; પોલીસને મળેલી બાતમીના આધારે વરણામાં પોલીસ સ્ટેશનના ડી.ટીમના માણસોએ જુગાર રમતા 3 શકુઓની પોલીસે પકડી પાડ્યા હતા અને તેઓની પાસેથી 10,700 નો મુદામાલ પકડી પાડ્યો હતો. પકડાયેલા શખસોમાં સુરેશભાઇ જીવાભાઇ રાવળ, અમરસિંહ છગનભાઇ રાઠોડિયા, રાકેશભાઈ અશોકભાઇ રાવળ વિરૂધ્ધ પોલીસે જુગાર ધારાની કલામ હેઠળ કાયદેસરની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *