શેરખી ગામના કોતરમાં જુગાર રમતા 4 પકડાયા : 6 ફરાર

વડોદરા તાલુકાનાં શેરખી ગામના કોતરમાં મોટાપાયે જુગાર રમાતો હોવાની બાતમી વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના સિનિયર પોસઈ બારોટને મળતા તેમણે ટીમ સાથે સાંજના અરસામાં ચંદન ટોકીઝની પાછળ ખુલ્લા ખેતરમાં રેડ પાડતા ભારે નાસભાગ મચી ગઈ હતી. સ્થળ ઉપરથી પતાપાના ઉપર જુગાર રમી રહેલા જગદીશ સોમાભાઇ પરમાર, યુનુસ અહેમદભાઇ પટેલ, મહેશભાઇ દિપસિંહ પરમાર અને જીજ્ઞેશ અંબાલાલ પટેલની અટક કરવામાં આવી હતી. જ્યારે વડોદરા કડક બજારમાં રહેતો લાલો લીસેટો સહિત બીજા 6થી 7 જાણ ફરાર થઈ ગયા હયા. પોલીસે જુગાર સ્થળેથી દાવ ઉપર લગાડેલા 12,310 અને ચારેય શખ્સોની અંગઝડતીમાંથી 79,600 રોકડા, 7,000ના 4 મોબાઈલ ફોન મળી 98,910ના મુદામાલ સાથે ચારે શખ્સોની જુગારધારા હેઠળ અટક કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *