ગાંધીધામમાંથી 1.34 લાખનો શરાબ પકડાયો
ગાંધીધામ એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે ગુરૂકુળ વિસ્તારમાં દરોડો પાડતા 1.34 લાખનો શરબનો જથ્થોનો પકડાઈ ગયો હતો. જો કે શખ્સ સ્થળ પરથી મળી આવ્યો ન હતો. આ બાબતે મળતી વિગતો અનુસાર ગાંધીધામ એ ડિવિઝન મળેલી બાતમીના આધારે વોર્ડ7 એ ગુરૂકુળ પ્લોટ નં 170 ટેનામેન્ટમાં દરોડો પાડતા ગેરકાયદેસર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી શરાબની જુદી જુદી બ્રાન્ડની પેટીઓ નંગ 32, બોટલ નં 384 કિંમત રૂ. 1,34,400 નો જથ્થો પકડાઈ ગયો હતો. આ ગુનામાં શખ્સ શંકર ક્રિષ્નારામ પ્રજાપતિએ આ ઘર ભાડે રાખી શરબનો જથ્થો રાખ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે કરેલી દરોડાની કામગીરી દરમિયાન શખ્સ સ્થળ પરથી મળી આવ્યો ન હતો. પોલીસે શખ્સ શંકર પ્રજાપતિ વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.