આડેસર, કાનમેર નજીક 18,000ના શરાબ સાથે એક શખ્સ ઝડપાયો
ગાંધીધામ રાપર તાલુકાનાં કાનમેર તેમજ આડેસર પાસે પોલીસે રેડ પાડીને રૂ.18,000ના શરાબ સાથ એક શખ્સની અટક કરી લીધી હતી. રાત્રિના અરસામાં કાનમેર પાસે ધાણીથર પાટિયા નજીક આવેલ બાલાજી હોટલ પાછળ રેડ પાડવામાં આવી હતી અને બાવળની ઝાડીમાં છુપાવેલી શરાબની 5 બોટલ તથા 144 ક્વાર્ટરિયા મળી રૂ. 16,150 ના મુદામાલ સાથે શખ્સ ભવરામ લીંબાજી પ્રજાપતિની અટક કરી લેવામાં આવી હતી. અન્ય એક ઘટનામાં પોલીસે આડેસાર પાસે આવેલ વેણુશ્વર એસ્સાર પેટ્રોલપંપ નજીક રેડ પાડવામાં આવી હતી. ગામમાં રહેતો જેરામ રવા કોલોની કરિયાણાની દુકાન પાછળ કાર્યવાહી કરતાં કચરાના ઢગલામાંથી શરબના 26 ક્વાર્ટરિયા કિંમત રૂ. 2,600ના મળી આવ્યા હતા, પરંતુ શખ્સ હજાર મળી આવ્યો ન હતો. જે બાબતે પોલીસે બંને ઈસમો સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી.