ગાંધીધામમાં અજાણ્યા તસ્કરો 25,000નું બાઇક ચોરી ગયા
ગાંધીધામ શહેરની ટ્રાન્સપોર્ટ ઓફિસની નજીક અજાણ્યા શખ્સો ત્રાટકીને રૂ. 25,000નું બાઇક તસ્કરો ચોરી જતાં ગુનો નોંધાવા પામ્યો છે. આ ઘટના પ્રકાશમાં આવી હતી. સપનાનગર રહેતો રવિરાજસિંહ બબુભા જાડેજાએ રાત્રિના અરસામાં પાર્થ રસ્તા ઓફિસની બાજુમાં બાઇક નંબર જીજે 13 આરઆર 7496 કિંમત રૂ. 25,000નું પાર્ક કર્યું હતું, ત્યારે સવારના અરસામાં પહેલા કોઈ અજાણ્યા શખ્સો ત્રાટકયા હતા અને બાઇકની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ચોરીની ઘટના બાદ પોલીસે રવિરાજસિંહની ફરિયાદ પરથી ગુનો નોંધી કાયદેસરની તજવીજ હાથ ધરી હતી.