લાખોદમાં તીનપતીનો જુગાર રમતા 4 ઇસમો પકડાયા
ભુજ તાલુકામાં આહીરપટ્ટી વિસ્તારમાં લાખોદ ગામે સ્થાનિક પદ્રર પોલીસે રેડ પાડીને 4 ઇસમોને ગંજીપના વડે તીનપતીનો જુગાર રમવાના આરોપસર ઝડપી પાડ્યા હતા. પોલીસ સાધનોએ આપેલી જાણકારી અનુસાર લાખોદ ગામે બસ સ્ટેશન પાસે બપોરના અરસામાં રેડની તપાસ કરાઇ હતી. ઝડપાયેલા ઇસમો ઝીકડી ગામના કાનજી સવા ખાસા અને માવજી રવજી ગાંગલ આહીર તથા લાખોદના હરેશ સમજી મહેશ્વરી અને રમેશ તેજા ભરાડીયાનો સમાવેશ થાય છે. ઇસમોઓ પાસેથી રૂ.14,600 રોકડા ઉપરાંત રૂ. 2,000ની કિમતના 4 મોબાઈલ ફોન જપ્ત કરાયા હતા. ચારેય ઈસમ સામે વિધિવત ગુનો નોંધવાયો હતો.