રાપરના આડેસારમાં 2.69 લાખનો શરાબ પકડાયો

પૂર્વ કચ્છ એલસીબીએ રાપરના આડેસારના રહેણાંક ઘરમાં દરોડો પાડીને2.69 લાખના શરાબ સાથે એક ઇસમનો પકડી પાડ્યો હતો. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર આડેસારના સોઢા કેમ્પ વિસ્તારમાં આવેલા એક રહેણાંક ઘરમાં એલસીબીના સ્ટાફે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. જ્યાં જડતી દરમિયાન અંડર ગ્રાઉન્ડ ટાંકામાઠી ઇંગ્લિશ શરાબ અને બિયર ટીન કુલ નંગ 1958, કિંમત રૂ. 2,69,600 નો મુદામાલ મળી આવ્યો હતો. પોલીસે અનવર હિંગોરજાની શરાબના મુદામાલ સાથે અટક કરી છે. આ કેસમાં શરાબ ક્યાંથી આવ્યો, કોને આપવાનો હતો. તે સહિતના મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *