રાજકોટમાં આરટીઓ કચેરી ટીમ દ્વારા વાહનોની ચેકીંગ ડ્રાઈવ હાથ ધરાઈ
સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, ગત દિવસે રાત્રે રાજકોટ શહેરના આરટીઓ કચેરી ટીમ દ્વારા ગ્રીનલેન્ડ ચોકડી નજીક વાહનો પર વધારાની એલઈડી લાઈટ લગાવિને ફરતા વાહનોની ચેકીંગ ડ્રાઈવ રોડ સેફ્ટીને ધ્યાનમાં રાખી હાથ ધરવામાં આવી હતી.પ્રાપ્ત વિગતો મુજબ એલઈડી લાઈટ લગાવેલા વાહનોના લીધે રાત્રી દરમ્યાન ડ્રાઇવિંગમાં મુશ્કેલી થતી હોય છે અને અક્સમાત થવાની સંભાવનાઓ વધી જાય છે આ પરિબળો ધ્યાનમાં લઈને ડ્રાઈવ રાખવામાં આવેલ હતી. માહીતી મળી રહી છે કે, હાથ ધારવામાં આવેલ ડ્રાઇવમાં 23 જેટલાં એલઈડી લાઈટ લગાવેલા વાહનોને 23000નો દંડ ફટકારવામાં આવ્યો હતો ઉપરાંત એલઈડી લાઈટ દૂર કરવા સૂચન કરાયા હતા.