ખંભાળીયામાં જુગાર રમતા બે ઇસમોની અટક 3 મહિલા સામે પણ જુગાર ધારા હેઠળ તપાસ
ખંભાળીયાના શક્તિનગરમાંથી પોલીસે જાહેરમાં ગંજીપના વડે જુગાર રમતા 3 મહિલા સહિત 5ને ઝડપી પાડ્યા છે. રૂ. 11,260 રોકડા કબ્જે લેવાયા છે. ખંભાળીયાના શક્તિનગર વિસ્તારમાં સાંજના અરસામાં કેટલાક ઇસમો જાહેરમાં ગંજીપના વડે જુગાર રમી રહેલા હોવાની બાતમી મળતા સ્થાનિક પોલીસે ત્યાં રેડ પાડી હતી. આ સ્થળેથી રાજુભાઇ ગાંગાભાઇ માતંગ, મૂળજીભાઇ જીણાભાઇ પરમાર, વાલીબેન મંગાભાઈ વારસાકીયા, મંજુબેન દિપકભાઇ જોડે તથા નામાબેન સાજણભાઇ જોડે નામના 5 ઇસમોઓ તીનપતી રમતા મળી આવ્યા હતા. પોલીસે પટ્ટમાંથી રૂ.11,260 રોકડા જપ્ત કરી પાંચેય સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.