આણંદના રીલાયન્સ મોલમાંથી તસ્કરો 1.98 લાખની રોકડ તસ્કરી ગયા હતા
આણંદ શહેરના રીલાયન્સ મોલમાંથી 1.98 લાખની રોકડ રકમની તસ્કરી કરી ગયા હતા. હોવાનું મેનેજરની કાર્યવાહીમાં ખૂલવા પામતા આ બાબતે ગત રાત્રીના અરસામાં શહેર પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગતો મુજબ આણંદ-લંભાવેલ રસ્તા ઉપર આવેલી આઇટીઆઈ સામેના રીલાયન્સ મોલમાં રત્રિના અરસામાં કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને પહેળ માળે આવેલી દીવાલની ઉપર મારેલા કાચ તોડીને અંડર ધુસ્યા હતા અને ઓફિસમાં મૂકેલું લોકર તોડી નાખીને અંદરથી વકરાના મુકેલા રોકડા રૂ. 1.98 લાખ તસ્કરી કરીને પયાલન થઈ ગયા હતા.