સુરત: લીંબાયત સ્થિત સંજયનગરમાં એક મકાનમાંથી તસ્કરો સોના ચાંદીના દાગીના સહીત રોકડની તસ્કરી
સુરતના લીંબાયત સ્થિત સંજયનગરમાં આવેલા એક મકાનમાંથી તસ્કરો સોના ચાંદીના દાગીના સહીત રોકડની તસ્કરી કરી પયાયન થઇ ગયા હતા. ઘટના સંદર્ભે મકાનમાલિકે પોલીસ ફરિયાદ લખાવી હતી. સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલા સંજયનગરમાં રહેતા સુંદરલાલ વર્માના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જેમાં તસ્કરો ઘરના પાછળના ભાગેથી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મકાનમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા મળી લાખોની મત્તા તસ્કરી ગયા હોવાનું મકાનમાલિકે જણાવ્યું હતું. આ ઘટનાની જાણ થતા મકાનમાલિકે લીંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે. હાલ સમગ્ર બાબતે લીંબાયત પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.