મેઘપર બોરીચીમાં રહેણાંક ઘરમાંથી 80,000ની ચોરી
ગાંધીધામ અંજાર તાલુકાનાં મેઘપર બોરીચીમાં આવેલી ઓમ સાંઇનગરીમાં વેપારીના ઘરમાં કોઈ અજાણ્યા શખ્સો ત્રાટકયા હતા બંધ ઘરના તાળાં તોડી રોકડ, ફ્રિઝ, ગેસનો બાટલો, કપડાં વગેરે મળી રૂ. 80,000ની મતાની ચોરી કરી ગયા હતા. અંજાર પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર તાલુકાનાં મેઘપર બોરીચીમાં આવેલી ઓમ સાંઇનગરીમાં સાંજના અરસામાં કોઈ અજાણ્યા શખ્સો ત્રાટકયા હતા, ત્યારબાદ વેપારી પ્રવીણ કરણસિંહ રાજપુરોહિતના બંધ ઘરના તાળા તોડી અંદર ઘુસ્યા હતા. ઘરમાં રાખેલ રોકડ 20,000 તથા 3 કાંડા ઘડિયાળ, 1 ફ્રિઝ, સૂટકેશ, કપડાંની 25 જોડી, બૂટની જોડી, લેઘર જેકેટ એમ કુલ રૂ. 80,000ની મતાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ચોરીની ઘટનાની જાણ થતાં પ્રવીણભાઈએ અંજાર પોલીસ સ્ટેશને ફોજદારી લખાવી હતી. જે બાબતે પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી.