ડી.પી ચોરીના કેસમાં 5 શખ્સોની ધરપકડ કરતી અંકલેશ્વ૨ શહેર પોલીસ

અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનની હદના વિસ્તારમાંથી જી.ઇ.બી દ્વારા ખેડૂતોના ખેતર ઉપર સિંચાઇ માટે વીજ પુરવઠો આપવા મુકાતી ડી.પી.(ટ્રાંન્સફોર્મર)ની ચોરીની બે ફરિયાદ નોંધાવા પામી હતી. જે સંદર્ભે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં અંકલેશ્વર શહેર પોલીસે એક સ્ટાફ બનાવી ગુના અંગે જરૂરી પેટ્રોલીંગના આધારે વોચ રાખી હતી. પોલીસને મળેલ બાતમીના આધારે પ્રયત્નો કરતા આમલા ખાડી ઓવરબ્રીજ નીચેથી બે શખ્સોને શંકાના અધારે ઝડપી પાડી, ઝડપાયેલા શખ્સોની પુછપ૨છ કરતા તેમણે ડી.પી. ચોરીના બે ગુના આચર્યાની કબુલાત કરી હતી. અંકલેશ્વર શહેર પોલીસે તેમની સઘન પુછપરછ કરતા તેમની સાથેના અન્ય ૩ના નામ બહાર આવ્યા હતા. પોલીસે વિક્રમભાઇ ચંદૂભાઇ વસાવા ઉવ.૨૪ રહે-બુટ્ટી ફળીયુ નવા પુનગામ, નિતેશ ઉર્ફે નીલીયો કનુભાઇ પટેલ ઉવ.૨૧ ૨હે-મસ્તાન ટેકરી નવા પુનગામ, રાકેશ ઉફ ગયરો ભરતભાઇ પ૨મા૨ ઉવ.૨૧ ૨હે-ખડી ફળીયુ નવા પુનગામ, મહેશ ઉર્ફ મલો કાલીદાસ વસાવા ઉવ.૨૧ ૨હે- બુટ્ટી ફળીયુ, નવા પુનગામ, રાકેશ ઉર્ફે બકો કનુભાઇ પટલ ઉવ.૨૩ રહે-ખડી ફળીયુ નવા પુનગામને પકડી પાડી તેમની પાસેથી વીજ ટ્રાન્સફોર્મરમાં વપરતા કોપરના વાયરોના ગુંચળા તથા રીંગ નંગ-૩ મળી આશરે ૨૦૩ કી.ગ્રા કિંમત રૂ. ૧,૧૫,૫૦૦, પક્કડ પાના તથા હથોડી તથા હેક્ઝો બ્લેડ તથા ટોર્ચ જેની કિમત આશરે રૂ. ૧૦૦ મળી કુલ રૂ. ૧,૧૬,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *