માંડવીમાં જુગાર રમતા 6 ઇસમો પકડાયા
માંડવી પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડતા તીનપતીનો હાર જીતનો જુગાર રમતા 6 ઇસમોને પકડી પાડ્યા હતા. આ બાબતે મળતી વિગતો અનુસાર પોલીસને મળેલી બાતમીના આધારે કલ્યાણ રસ્તા પર સુખનાથ મહાદેવ નજીક તીનપતીનો હારજીતનો જુગાર રમતા જીજ્ઞેશ ઉર્ફે જિગલો રતિલાલ બાવાજી,ભાવેશ ઉર્ફે ભાવો રમેશ બાવાજી, કલ્પેશ ઉર્ફે વિશાલ રમેશ ભારથી બાવાજી, અશોક મનસુખભાઈ ગુંસાઈ, લક્ષ્મણપુરી જયરામપુરી ગુંસાઈ અને ભરતપુરી પરસોતમપુરી ગુંસાઈને હારજીતનો જુગાર રમતા રોકડ રૂ. 4,300 સાથે ઝડપી પાડી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.