માલપુરના ભેમપુર પાસે આઈસર ટ્રકે પાછળથી બાઈકને ટક્કર મારતા ૨ ઇસમોના ઘટનાસ્થળે મૃત્યુ

અરવલ્લી : મહાશિવરાત્રી પૂર્વના સાંજના અરસામાં મોડાસાથી માલપુર તરફ જઈ રહેલા બાઈકને ભેમપુર પાસે તખતગઢ કોલેજ સામે પાછળથી યમદૂત બની ત્રાટકેલી આઈસર ટ્રકનાચાલકે ધડાકાભેર ટક્કર મારતા બાઈકચાલક અને પાછળ બેઠેલ બંને યુવકો રસ્તા સાઈડ ખાડામાં ખાબક્યા હતા. જેને કારણે બંને યુવકોનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના પગલે દોડી આવેલી માલપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંને મૃતક યુવાનના મૃતદેહને માલપુર સરકારી દવાખાનમાં દાખલ કર્યા અકસ્માત સર્જી ફરાર આઈશર ટ્રકના ચાલકને પકડી પાડવા કાયદેસરની તપાસ હાથ ધરી હતી. અકસ્માતના પગલે માલપુર સરકારી દવાખાને દોડી આવેલા પરિવારજનોએ ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી. શામળાજી-ગોધરા રાજ્યધોરી માર્ગ પર આઈશર ટ્રકચાલકની બેદરકારીના લીધે બે યુવકોના મૃત્યુ નિપજતા ભારે ગમગીની છવાઈ હતી. મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના બચકરીયા ગામના રણજિત ભાઈ (ઉં.વર્ષ-૨૫) અને કાળુભાઇ (ઉં.વર્ષ-૩૪) મોડાસા કામકાજ અર્થે આવી પાછા વતન તરફ બાઈક લઈ તખતગઢ બીએડ કોલેજ નજીકથી પસાર થતા હતા. ત્યારે પાછળથી આઈસર ટ્રકના ચાલકે બેફિકરાઈ ભરી રીતે પુરઝડપે હંકારી બાઈકને પાછળથી ટક્કર મારતા બંને યુવકો આઈશરની ટક્કરે ગંભીર ઈજાગ્રસ્ત થવાની સાથે રસ્તા પાસે ખાડામાં ખાબકતા બંને યુવકોના ઘટનાસ્થએ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી આઈસર ટ્રકનો ચાલક ટ્રક સાથે ફરાર થઈ ગયો હતો. અકસ્માતની ઘટનાના પગલે આજુબાજુથી દોડી આવેલા ગ્રામજનોએ અકસ્માતના બનાવની જાણ માલપુર પોલીસ સ્ટેશને કરતા માલપુર પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી બંને મૃતકની લાશને પીએમ માટે ખસેડી ભીખાભાઇ મણિયાભાઈ ડામોર (રહે,બચકરીયા જીલ્લો.મહીસાગર) ની ફરિયાદના આધારે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધી ફરાર આઈશર ટ્રકના ચાલકને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *