મોબાઇલની દુકાનમાં મેચ પર સટ્ટો રમાડતા બે શંકુ ઝડપાયા
ભુજના વાણિયાવાડ વિસ્તારમાં આવેલી આભા હોટલની એક મોબાઇલની દુકાનમાં ઓનલાઇન પર ક્રિકેટ સટ્ટો રમાતો હોવાની બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની સ્ટાફે રેડ પાડીને બે ઈસમને 31,200 ની રોકડ તથા 15,000 ના બે મોબાઇલ સહિત 46,200 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે મંગળવારે સાંજના અરસામાં ભુજની આભા હોટેલ નીચે આવેલી જીનામ ટેલીકોમ નામની મોબાઈલની દુકાન પર બાતમીના આધારે રેડ પાડી હતી. રેડ દરમિયાન દુકાન માલિક કમલેશ ઉર્ફે કાનો પ્રેમગર ગુંસાઈ રહે આરટીઓ સાઇડ અને મિરાજ અર્સદ મેમણ રહે. મેમણ કોલોની બે ઇસમોને ભારત ઑસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ક્રિકેટ મેચો પર ડાયમંડ એક્સચેન્જ નામની ઓનલાઈન વેબ પર હારજીતનો જુગાર રમાડતાં રંગે હાથે પકડી પાડ્યા હતા. એલસીબીએ શહેર એ ડિવિઝન પોલીસમાં ગુનો લખાવતા ઈસમ વિરૂધ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.