ભુજમાં ધંધાની હરીફાઇમાં યુવાન પર ઇસમોનો છરીથી વડે હુમલો
ભુજના રામનગરી ચારણવાસમાં રહેતા અને અગાઉ કેટ્રશમાં મજુરી કામે જતા હાલ કેટ્રશનો ધંધો ચાલુ કરનાર યુવકને કેટ્રશનો ઓર્ડર અપાવનું કહી અપહરણ કરી છરી અને ધોકાથી માર મારી ઘાયલ કરનાર ઈસમ સામે ઘાયલ યુવકની માતાએ પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી છે. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે તેમજ રામનગરી ચારણવાસમાં રહેતા કંકુબેન ભીમજીભાઇ જોગી (ઉ.વ.35)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, હુમલાની ઘટના મંગળવારે બપોરના અરસમાં ભુજીયા ડુંગર અમરનાથ મંદિર નજીક બની હતી. ઈસમ નજીર નોડે પોતાના આપે છકડાથી ચારણવાસમાં આવ્યો હતો. અને ફરિયાદીના મકાન નજીક રામનગરીમાં કિશન ચારણનાઘરમાં બેઠેલા ફરિયાદીના પુત્ર વિશાલ ભીમજી જોગી (ઉ.વ.18) ને ઈસમ નજીરે કહ્યું હતું કે, મારી સાથે ચાલ અમનભાઇના કેટ્રશમાં કામ કરવા જવાનું છે,જેથી ફરિયાદીનો પુત્ર છકડામાં બેસી જતાં ઈસમ તેને ભુજીયાની પળેટીમાં અમરનાથના મંદિર નજીક લઇ ગયો હતો અને જ્યા વિશાલને બંને હાથમાં છરી મારી લોહિ લૂહાણ કરી નાખ્યો હતો અને ધોકા વડે બંને પગમાં માર મારતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને વિશાલ ઈસમના ચુંગાલમાંથી છટકી ઘરે પહોંચતાં તેની માતાએ સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. ઘટના અંગે બી ડિવિઝન પોલીસે નોંધ લઇ આગળની તજવીજ હાથ ધરી છે.