મુંદરામાં વરલી મટકનો જુગાર રમતા 2 પકડાયા
બોર્ડર રેન્જના આર આર સેલ મુંદરા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. ત્યારે બાતમી મળતા તલાશી કરતાં 2 ઇસમોને વરલી મટકનો જુગાર રમતા પકડી પાડ્યા હતા. આ બાબતે મળતી વિગતો પ્રમાણે મહેશનગર શેરીમાં વડલા નજીક વરલી મટકનો હારજીતનો જુગાર રમાડતા અસલમ ઓસમાણ જુણેજા, હારૂન આદમ કુંભારના કબ્જામાંથી રોકડ રૂ. 6,570, મોબાઈલ નંગ 2 કિંમત રૂ. 10,000, ઓટો રિક્ષા નંબર જીજે 12 એયું 0600 તથા મોટર સાયકલ નંબર જજે 12 સીબી 1575 કિંમત રૂ.75,000 મળી કુલ રૂ. 91,750ના મુદામાલ સાથે બંને ઇસમોને પકડી પાડી તેમજ આ દરોડા દરમિયાન કાસમ હમીર થેબા હજાર ન મળી આવતા ત્રણેય વિરૂધ્ધ મુંદરા પોલીસ સ્ટેશને ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.