દારૂના બે કેસમાં ફરાર શખ્સ ભુજમાંથી પકડાયો
પશ્ચિમ કચ્છ ભુજ શહેર એ ડિવીઝન, તેમજ પુર્વ કચ્છના રાપર તેમજ આડેસર પોલીસ સ્ટેશનના દારૂના કેસમાં નાસતા ફરતા શખ્સને એલસીબીએ બાતમીના આધારે ભુજ જ્યુબેલી સર્કલ પાસેથી પકડી લીધો હતો. ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોંલીંગ દરમિયાન બાતમી આધારે ભુજ રાપર અને આડેસર પોલસ સ્ટેશનમાં દારૂના ગુનામાં નાસતા ફરતા શખ્સ શૈલેષ રાધુ કોલી (ઉ.વ.27) રહે પ્રાગપર, ઇન્દીરા આવાસ રાપરવાળાને ભુજમાં જયુબેલી સર્કલ પાસેથી પકડી પાડી આગળની તજવીજ માટે ભુજ શહેર એ ડિવીઝન હવાલે કર્યો હતો.