PMના આગમન પૂર્વે દારૂ પકડવા સૂચનાથી છ લાખનો શરાબ પકડ્યો
રામોલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ વી. બી. વાઘેલા તેમના ટીમ સાથે શનિવારે બપોરે પેટ્રોલિગમાં હતી. ત્યારે કોન્સ્ટેબલ મહેન્દ્રસિહ જોરૂભા તથા સહદેવસિહ મહેન્દ્રસિહને બાતમી મળી હતી કે, બોલેરો મેક્સી ટ્રકનો ચાલક પોતાની ગાડીમાં વિદેશી શરાબનો જથ્થો લઇને ઓઢવ રિગ રોડથી હાથીજણ તરફ જવાનો છે. આ બાતમીના આધારે રામોલ પોલીસે બપોરના અરસામાં પીએસઆઈ વી.બી. વાઘેલાએ તેમના ટીમ સાથે વોચ ગોઠવીને શખ્સ શ્રીધર સાવંતને પકડી લીધો હતો. તેની પાસેથી વિદેશી બનાવટની શરાબની 168 બોટલ કિંમત રૂ. 84,000 તથા મહેન્દ્રા બોલેરો મેક્સી ટ્રક કિંમત રૂ. 2 લાખ મળી કુલ 2.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત તે જ દિવસે બપોરના અરસામાં રબારી કોલોની પાસેથી શખ્સ વિજય ચૌહાણને ઝડપી તેની પાસેથી વિદશી શરાબની 300 બોટલ કિંમત રૂ. 1.50 લાખ તથા 1.50 લાખની કિંમતની મહિન્દ્રા સ્કોર્પીઓ કાર મળીને કુલ 3 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આમ પોલીસે શરાબ અને બે કાર મળીને કુલ 5.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે પોલીસે તેની આ કામગીરી કરવા બદલ પ્રેસનોટ બહાર પાડી, જેમાં લખ્યું કે, શહેર પોલીસ કમિશનરથી માંડીને મદદ નીશ પોલીસ કમિશનર સુધીના અધિકારીઓએ વડાપ્રધાન મેટ્રો ટ્રેનના ઉદઘાટન માટે આવવાના હોવાથી પોલીસ સ્ટેશન વિસ્તારોમાં શરાબ-જુગારની બદી નેસ્તનાબૂદ કરવા સૂચના આપી હોવાથી અમે આ તપાસ કરી છે.