વડાલી રેલવે ફાટક પાસેથી શરાબ ભરેલી કાર પકડાઈ
પ્રાપ્ત થતી વિગતો અનુસાર વડાલી પોલીસ સ્ટેશન એરીયામાંથી સતલાસણા બાજુથી શરાબની ખેપ ભરીને જતી રૂ ૭૩,૩૫૦ની કિંમતનો સ્વિફ્ટ ડિઝાયર કાર કે જેનો કાર નંબર ય્ત્ન-૦૨-મ્ડ્ઢ-૯૦૦૬ છે જેનો સ્પેશ્યલ મોનીટરીંગ સેલ ગાંધીનગર દ્વારા ગુપ્ત વિગતોના આધારે પીછો કરવામાં આવ્યો હતો. કારનો પીછો કરવામા આવ્યો ત્યારે કાર ધરોઈ થઇ વડાલીમાંથી પુરપાટ પસાર થઈ રહી હતી. અચાનક કારનું ટાયર ફાટતા વડાલી રેલવે ફાટક સુધીમાં ઝડપાઇ ગઈ હતી. જેમાં બેઠેલ શખ્સો પૈકી કારના માલિક ભરતભાઇ કરસનદાસ પટેલ અને અન્ય બે શખ્સો ફરાર થઈ ગયા હતા. જેની ફરિયાદ વડાલી પોલીસ સ્ટેશનમાં કલમ હેઠળ નોંધાઈ હતી. અંગત વિગતો અનુસાર આજુબાજુના વિસ્તારમાંથી શરાબ ચોરાયો હોવાનું પણ બહાર આવ્યું છે.