રતનપરમાં જુગાર રમતા 4 શંકુઓ પકડાયા
સુરેન્દ્રનગર રતનપરમાં ગુડદી પાસા અને સુરેન્દ્રનગરમાં વરલી મટકાના જુગાર અંગે પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં 4 ઇસમો રોકડા રૂપિયા, મોબાઈલ અને બાઇક સહિત રૂ. 54,460 ના મુદામાલ સાથે પકડાઈ ગયા હતા. રતનપરની સંજીવની વાડી નજીક અમુક ઇસમો જાહેરમાં ગુડદી પાસાનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે જોરાવરનગર પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં રતનપરની મિલની ચાલીમાં રહેતા મનીષ ઉર્ફે પેગો જયકીશન પ્રજાપતિ અને 17 વર્ષીય યુવાન પકડાઈ ગયો હતો. આ બંને ઇસમો પાસેથી રોકડા રૂ. 4,900, બે મોબાઈલ કિંમત રૂ. 3,000 અને રૂ. 35,000ના બાઇક સહિત કુલ રૂ. 42,900 નો મુદામાલ કબ્જે કર્યો. આ ઘટનાની જોરાવરનગર પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવતા વધુ કાર્યવાહી એ.વી.દવે ચલાવી રહ્યા છે.