માળિયા પોલીસે રહેણાંક મકાનમાંથી અંગ્રેજી દારૂ-બીયરનો જથ્થો પકડાયો
માળિયા પોલીસે બાતમીને આધારે તાલુકાના વવાણીયા ગામ પાસે રહેણાંક મકાનમાં દરોડો પાડી અંગ્રેજી દારૂ અને બીયર સાથે એક શંકુને પકડી લીધો છે. જયારે અન્ય એકનું નામ ખુલ્યું છે માળિયા તાલુકાના વવાણીયા ગામે અંગ્રેજી દારૂ વેચાતો હોવાની બાતમીને આધારે માળિયા પોલીસે ગત રાત્રીના અરસામાં વવાણીયા ગામના રહેણાંક મકાન પર રેડ પાડી હટી. જેમાં મકાનની તલાશી લેતા ૧૫ બોટલ અંગ્રેજી દારૂ કીમત ૬,૦૦૦ અને ૧૫ બીયર કીમત ૧,૫૦૦ સહીત કુલ ૭,૫૦૦ ના મુદામાલ સાથે મકાન માલિક સાગર રામૈયાભાઈ સવસેટા (ઉ.વ.૨૧) નીઅટક કરી છે. જયારે આરોપીએ મોટા દહીસરા ગામના અશ્વિન વીનું હુંબલ પાસેથી દારૂનો જથ્થો લીધાની કબુલાતને પગલે શખ્સ સામે ગુનો નોંધી માળિયા પોલીસે વધુ કાર્યવાહી ચલાવી છે.