કુવાડવા નજીક રૂ. 21 લાખનો શરાબ ભરેલા ટ્રક સાથે 2 ઝડપાયા
કુવાડવાના બેટી ગામ નજીક ક્રાઇમ બ્રાંચના ટીમે રૂ. 21 લાખની કિંમતના શરાબ ભરેલા ટ્રક સાથે લુધિયાણા પાથકના ઇસમોને પકડી પાડી રૂ. 36 લાખનો મુદામાલ જપ્ત કરી સપ્લાયર અને શરાબનો જથ્થો મગાવનાર બુટલેગરોની શોધખોળ શરૂ કરી હતી. આ બાબતે વિગત એવી છે કે, કુવાડવા રસ્તા પરના બેટી ગામ પાસેથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ. એમ ગઢવી તથા ફોજદાર એ.એસ.મહેશ્વરી તેમજ જમાદાર અનીલ સોનારા, સમીર શેખ, હરદેવસિંહ રાણા સહિતની ટીમે બાતમીના આધારે એક ટ્રકને પકડી પાડી તલાશી લેતાતેમાંથી રૂ. 21.17લાખની કિંમતની 6036 બોટલ શરાબનો જથ્થો મળી આવતા જપ્ત કર્યો હતો. પોલીસે શરાબ બે મોબાઈલ અને ટ્રક સહિત રૂ. 36.18 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસ લુધિયાણા પથકના ટ્રકચળક ગુરુપ્રિતસિંગ બહાદુર્સિંગ નામના બંને ઇસમોને પકડી લીધા હતા.પોલીસની પ્રાથમિક તપાસમાં બંને ઇસમોને રાજકોટ પહોંચી કોને શરબનો જથ્થો મોકલાવાનો છે,તે સૂચના મળે તે પહેલા જ ક્રાઇમ બ્રાંચે શરાબ ભરેલો ટ્રક પકડી લીધો હતો. પોલીસે બંને ઇસમોને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી સપ્લાયર અને શરાબ મંગાવનાર બુટલેગરોની શોધખોળ શરૂ કરી હતી.