ભુજ ખાતે આવેલ  ઢોરી ગામમાં વીજ ટાવર ઊભા કરવાનો મુદ્દો ફરી એક વખત વિવાદમાં

 ભુજ ખાતે આવેલ  ઢોરી ગામના  સીમ વિસ્તારની ગૌચર જમીનમાં ખાનગી કંપની દ્વારા વીજ ટાવર ઊભા કરવાનો મામલો ફરીય એક વખત ઉગ્ર બન્યો છે. ત્યારે આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર થોડા સમય પૂર્વે જ ગ્રામજનો દ્વારા આ કામ બંધ કરાવી ટાવર બનાવવાના ખાડા પૂરી દેવામાં આવતા આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. ત્યારે ફરી એક વખત આ મુદ્દો વિવાદે ચડ્યો છે ત્યારે, ગત દિવસે 3પથી 40 ગ્રામજનોએ કામ વચ્ચે  અવરોધ  ઊભો કરી કંપનીના માણસો અને મજૂરોને ધોકા-લાકડી વડે માર મારેલ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ મામલે માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીની કંપનીના ઈલેક્ટ્રિક ટાવર ઊભા કરવાની કામગીરી ઢોરી સીમ વિસ્તારમાં ચાલી રહી છે. આ કામગીરીનો ગ્રામજનો વિરોધ કરેલ હોવાથી તેના મનદુ:ખમાં ગત દિવસે સાંજના અરસામાં  આરોપી શખ્સોએ લાકડી, ધોકા જેવા પ્રાણઘાતક હથિયારો વડે કંપનીના માણસો અને મજૂરોને પર હુમલો કરી દીધો હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેતા પોલીસે આરોપી શખ્સો વિરુદ્ધ ફરીયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.