મોરબી ખાતે આવેલ જાંબુડીયામાં દારૂનું વેચાણ કરતાં શખ્સને પોલીસે દબોચી લીધો

copy image

copy image

મોરબી ખાતે આવેલ  જાંબુડીયા ગામમાંથી દારૂનું  વેચાણ કરતા શખ્સને મોરબી પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર મોરબી પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન જાંબુડીયા ગામે ધર્મસિદ્ધિ સોસાયટીના ગેઇટ નજીક આરોપી શખ્સ પોતાની એકટીવા પર દેશી દારૂનું વેચાણ કરવા નીકળેલ હતો. જેને પોલીસે ઝડપી પાડ્યો છે.   પોલીસે પકડાયેલ આરોપી શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી ઈશમ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.