કેરા પંચાયતમાં સરપંચ- સભ્ય વચ્ચે ધિંગાણું સામસામી ફરિયાદ થઈ દાખલ
કેરા ગ્રામ પંચાયતમાં એકજ પેનલમાથી ચુટાયેલા સરપંચ અને સભ્ય વચ્ચે મારામારીની ફરિયાદ સોમવરે બપોરે પોલીસ ચોપડે ચડી છે. બજેટ નામંજૂર થયા પછી આ બનાવ બન્યો હતો અને સામ સામી ફરિયાદ દાખલ કરાઇ હતી. પોલીસ ફરિયાદ માં સરપંચ દિનેશભાઇ હરજી મહેશ્વરી (ઉ.વ. 28 ) પક્ષે નોધાવ્યા અનુસાર બેઠક પૂર્ણ કરી બહાર કેરા મુંદ્રા રસ્તે નિકડ્યા ત્યારે તેના ઉપર દિનેશ દેવજી હાલાઈ, મુકેશ હરજી વરસાણી. કે જેઓ પંચાયના ઉપસરપંચ અને સભ્ય છે તેણે અપશબ્દો અને ધકબુશટ પછી સ્ટીલનો સળિયો કપાળના ભાગે મારતા ઇજા થઈ હોવાનું નોધાવ્યું છે. જ્યારે સામે પક્ષે નોધાવ્યું કે અમે બે બહાર ઊભા હતા ત્યારે સરપંચે આવી ગળાના પાછળના ભાગે ઇજા પહોચાડેલી અને મુકેશભાઈની ગાડીમાં નુકશાન કરેલ છે. આ સંદર્ભે સરપંચનો સંપર્ક કરતાં ફોનનો રીપ્લાય થયો હતો. જ્યારે ઉપસરપંચે કચ્છમિત્ર ને એક પ્રશ્નના જવાબમાં વિગતો આપતા કહ્યું કે સરપંચ ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ છે તેથી સતત ત્રીજી વખત 5 વિરુધ્ધ 7થી બજેટ નામંજૂર થયું તેના ખાર રાખી આ હુમલો કરાયો હતો. ત્યારે આ બાબતે સીસીટીવી ફૂટેજ જુઓ કચ્છ કેર ટીવી ન્યૂઝ આજે રાત્રે 10:30 વાગ્યે