નેનાવા ચેક પોસ્ટ ઉપર કારમાંથી વિદેશી શરાબ પકડાયો
દેશમાં ચૂંટણીના પડઘમ શરૂ થતાંની સાથે જ બુટલેગરો સક્રિય બની ગુજરાતમાં યેનકેન પ્રકારે વિદેશી શરાબ ઘુસાડતા હોય છે. તેવા સમયે ધાનેરા પોલીસે ગત રાત્રિના અરસામાં નેનાવા ચેક પોસ્ટ પરથી વિદેશી શરાબ ભરેલી સેન્ટ્રો કાર સાથે એક શંકુને પકડી લીધો હતો. ઘાનેરાની નેનાવા ચેક પોસ્ટ ઉપર ગત રાત્રિના અરસામાં ધાનેરા પીઆઈ સી.જી. સોલંકી, પીએસઆઈ વી.જી.પ્રજાપતી તથા ટીમના દલરામ અને જબ્બરસિંહ વગેરે ચેકીંગમાં હતા ત્યારે એક સેન્ટ્રો કારને રોકાવી તલાશી લેતાં કારની સીટના નીચે ચોરખાનામાંથી કિંમત રૂ. ર૮,૪૦૦ નો વિદેશી શરાબ મળી આવ્યો હતો. પોલીસે કાર તથા મોબાઈલ સહીત રૂ. ૧,૩૦,૪૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી કારચાલક પંકજકુમાર ગંગારામ વિષ્ણોઈ રહે.ગોદારાની ધરપકડ કરી વધુ તજવીજ હાથ ધરી છે.