પડાણા નજીક આધેડનું રહસ્યમય મોત

copy image

copy image

પડાણા નજીક એક 40 વર્ષીય આધેડનું કોઈ કારણે મોત થયું હોવાનો બનાવ સામે આવી રહ્યો છે. ત્યારે પડાણા-ભીમાસર માર્ગ કચ્છ કેમિકલ કંપની નજીક ઘટિત થયેલ આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, રતન શિવચંદ્રરામ નામના આધેડે પોતાના કાકાને સહદેવને ફોન કરી તોતડાતી જીભે કાકા એટલું કહ્યું હતું. વધારે કંઇ બોલી શક્યા ન હતા, જેથી તેઓએ બહાર આવીને જોતાં આ આધેડ બેભાન હાલતમાં જોવા મળી આવ્યા હતા. જેને સરવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. આ અંગે પોલીસે આગળની વધુ તપાસ આરંભી હોવાનું સામે આવ્યું છે.