ભુજ ખાતે આવેલ રતિયામાં કંપનીમાં 42 વર્ષીય મહિલા પર થાંભલો તૂટીને પડતાં મોત
ભુજ ખાતે આવેલ રતિયામાં કંપનીમાં 42 વર્ષીય મહિલા પર થાંભલો તૂટીને પડતાં તેમનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજ ખાતે આવેલ રતિયામાં કંપનીમાં મૂળ બિહારની 42 વર્ષીય મહિલા મજૂરીકામ કરી રહી હતી, તે દરમ્યાન એક બોલેરો ગાડી રિવર્સ લેતાં થાંભલા સાથે ટક્કર થઈ હતી જેથી થાંભલો મજૂરી કરી રહેલી મહિલા પર પડતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. આ બનાવમાં ઘાયલ થયેલ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા સારવાર કારગત નીવડે તે પૂર્વે જ તેનું મોત નીપજયું હતું.