ભુજમાં એકટીવા પર શરાબની બોટલ લઇ જતો ઈસમ ઝડપાયો

ભુજના હોસ્પિટલ રોડ પર એકટીવામાં વિદેશી દારૂની 3 બોટલ કિંમત 1,125 સાથે વાલ્મી કીનગર લોટસ કોલોનીનો યુવક પોલીસના હાથે પકડાઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ વાલ્મી કીનગરમાં રહેતો કરણ ધરમાજી ઉર્ફે દાદુ વાલ્મીકી પોતાની એકટીવા જીજે 12 ડીએફ 2930 કિંમત 15,000વાળીમાં અંગ્રેજી દારૂ બોટલ નંગ 3 કિંમત 1,125 સાથે ઝડપાઇ ગયો હતો. પોલીસે તેના કબજામાંથી એકટીવા અને શરાબની બોટલ સહિત 16,125નો મુદામાલ જપ્ત કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ધર્મેન્દ્રસિંહ કિશોરસિંહ ઝાલાએ પ્રોહિબીશન એકટનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.