ભુજમાં યુવાનોના બે જુથ વચ્ચે મારામારી : બે ઇસમોને ઇજા
ભુજની ભાગોળે એરપોર્ટ રોડ પાસે આવેલા મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ ચાર રસ્તા પર મંગળવારના સવારના અરસામાં મુસ્લિમ યુવકો વચ્ચે મારામારી અને છરી જેવા હથિયાર વડે હુમલાનો બનાવ બન્યો હતો. જેમા બને પક્ષના બે જણાઓને ઇજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે બંને પક્ષની ફરિયાદ પરથી રાયોટીંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર તેમજ ભુજના ભીડનાકા ભઠારા ફળિયામાં રહેતા આશિફ ઇસ્માઇલ ચાકી (ઉ.વ.23)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, હુમલાનો બનાવ મંગળવારના સવારના અરસમાં બન્યો હતો. ઈસમ અમીન, મોગલ, શરીફ મોગલ, સલુ વાબા, જમીર, તથા જુસબ તેમજ અજાણ્યા ઇસમોએ છરી પાઇપ અને ધોકાથી મારમારી ઇજા કરી હતી. તો પ્રતિ ફરિયાદમાં રફિક મામદ મોગલે પોલીસને જણાવ્યું હતું કે, ફરિયાદી પોતાના દિકરાને સ્કુલેથી લેવા જતો હતો ત્યારે અસલમ ચાકી, સ્કોર્પીયો કારમાં તેની સાથે અખતર, આસિફ, તથા બાપાડો ચાકી તથા ત્રણ અજાણ્યા ઇસમો, ફરિયાદીની મોટર સાયકલને ટકકર મારીને રસ્તા પર પાડી દિધો હતો. જેના કારણે ફરિયાદીને ઇજા થતાં સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો એ ડિવિઝન પોલીસે બંને પક્ષની ફરિયાદ પરથી ઇસમોઓ વિરૂધ હથિયારો વડે મારામારી અને રાયોટીંગનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી પીએસઆઇ ટી એચ પટેલે હાથ ધરી છે.