ક્રાઈમ બ્રાંચના પ્રાંગણમાં એક મહિલા તબીબે આપઘાત કર્યાના કેસમાં થયો મોટો ખુલાસો

ક્રાઈમ બ્રાંચના પ્રાંગણમાં એક મહિલા તબીબે આપઘાત કર્યાના કેસમાં મોટો ખુલાસો થયો છે. EOWમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટર બી.કે. ખાચર અને આ મહિલા તબીબ વૈશાલી જોષી વચ્ચે પ્રેમસંબંધ હતો…મૃતક પાસેથી સુસાઈડ નોટ અને એક ડાયરી પણ મળી આવી છે. સુસાઈડ નોટમાં લખ્યું કે, મારી સાથે ઈમોશનલ ગેમ રમાઈ છે. હું જે પગલાં ભરવા જઇ રહી છું તેના માટે બી.કે. ખાચર જવાબદાર છે.. મારા મૃત્યુ પછી અંતિમવિધિ બી.કે. ખાચર જ કરે તેવી મારી ઈચ્છા છે. મૃતક અને પીઆઈ ખાચર છેલ્લા 4થી 5 વર્ષથી એકબીજાના પ્રેમ સબંધમાં હતા. બંને વચ્ચે કોઈ બાબતને પગલે અણબનાવ બનતા મહિલા તબીબે આપઘાત કર્યો છે. મૃતક શિવરંજની ખાતે પીજીમાં રહેતા હતા અને ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. ડો.વૈશાલી જોશી મૂળ મહિસાગર જિલ્લાના વીરપુર પાસેના ડેભારીની રહેવાસી હતી. પોલીસે સુસાઈડ નોટ કબજે કરીને તપાસ હાથ ધરી છે.