મુન્દ્રાના શેખડિયા પાટિયા નજીક કાર અને મોટરસાઇકલ  વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 28 વર્ષીય બાઈકચાલકનું મોત

accident

copy image

copy image

મુન્દ્રાના શેખડિયા પાટિયા નજીક કાર અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાતા 28 વર્ષીય બાઈકચાલકનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત દિવસે રાતના અરસામાં બન્યો હતો.  પ્રાપ્ત વિગતો મુજબ શેખડિયાનો 28 વર્ષીય યુવાન પોતાની બાઇક લઈને ગત રાત્રે મુંદરા અદાણી પોર્ટથી પોતાના ઘર તરફ  જઈ  રહ્યો હતો તે દરમ્યાન શેખડિયાથી સાડાઉ જતા માર્ગે  કિઆની સેલ્ટોસ કાર આવતા બાઇક અને કાર વચ્ચે ટક્કર થઈ હતી જેથી બાઇક ચાલક ફાંગોળાઈ અને નીચે પડી જતાં તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓના પગલે તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જાણવા મળી રહ્યું છે કે, મુંદ્રા પોલીસ મથકે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.