મુંદરામાં ગંજીપાનાનો જુગાર રમતાં 6 શખ્સો પકડાયા

મુંદરા શહેરના ડાક બંગલા પાછળ ભૂખી નદીના પટ પર તીનપતીનો જુગાર રમતા 6 ઈસમને પોલીસે બાતમીના આધારે 12,200ની રોકડ સાથે પકડી પાડ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મંગળવારના  બપોરના અરસામાં પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરિમયાન ગંજીપાનાનો જુગાર રમી રહેલા સુનામીયા સુરજમીયા શેખ (ઉ.વ.30), રિફક આબીદા રહેમાન શેખ (ઉ.વ.22), સમીરહુશેન શેખ (ઉ.વ.35), મોનીનૂર મહમદ મીજાબુર શેખ (ઉ.વ.33), પપ્પુમીયા અબ્દુલહુશેન શેખ (ઉ.વ.50), અકરી જમાલ નૂરજમાલ શેદ (ઉ.વ.56) રહે બધા મુળ ગોહાટી આસામ હાલ ડાક બંગલા પાછળને રોડક રૂ. 12,200 સાથે  ઝડપી લીધા હતા. મુંદરા પોલીસે શખ્સોઓ  સામે ગુનો નોધીને આગળની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *