જખૌમાં જુગાર રમતા 3 ઝડપાયા
અબડાસા તાલુકાના જખૌ ગામે કોલીવાસ નજીકના તળાવના પટ પર ધાણીપાસાનો જુગાર રમતા 3 શંકુને પોલીસે બાતમીના આધારે 2,010 ની રોકડ 2 મોબાઇલ સહિત 2,610ના મુદામાલ સાથે પકડી પાડ્યા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મંગળવારના બપોરના અરસામાં પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરિમયાન ધાણીપાસાનો જુગાર રમી રહેલા રામજી મમુ કોલી, બબા ખમીશા કોલી, જયંતિ લધા કોલીને રોડક રૂ. 2,010, તથા 600ની કિંમતના 2 મોબાઇલ ફોન સહિત 2,610ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે મંગળ ડાડા કોલી પોલીસને થાપ આપી નાશી ગયો હતો. જખૌ પોલીસે ઇસમોઓ સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.