છોટાઉદેપુર : એલ.સી.બી. પોલીસે વિદેશી શરાબના જથ્થા સાથે એક શખ્સની કરી અટક

છોટાઉદેપુર જીલ્લા એલ.સી.બી.નો સપાટો. બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના ઝાખરપુરા ગામેથી એક સીલ્વર કલરની બોલેરો કારમાં ચોરી છુપી રીતે ભરી લઇ જવાતા વિદેશી શરાબના જથ્થા સાથે કુલ કિંમત રૂ. ૪,૭૬,૬૦૦ ના મુદ્દામાલ સાથે એક શખ્સની અટક કરાઇ છોટાઉદેપુર જીલ્લા પોલીસ અધિક્ષક એમ.એસ.. ભાભોરનાઓની સુચના અને માર્ગદર્શન આધારે સમગ્ર ગુજરાત રાજ્યમાં કાયદાનું કડક રીતે પાલન થાય અને ગેરકાયદેસર રીતે કોઇ વિદેશી શરાબની હેરાફેરીના કરે તે અનુસંધાને એલ.સી.બી પો.સ.ઇ. એ.એસ. સરવૈયા તેમજ જિલ્લાના બધા પોલીસ અધિકારીઓને સખતમાં સખત દરોડો કરવા તેમજ વાહન ચેકીંગ તેમજ નાકાબંધી કરી ખાનગી રાહે અંગત બાતમીદારો થકી હકિકતો મેળવી અસરકારક કામગીરી કરવા સુચના આપવામાં આવી હોય જિલ્લા એલ.સી.બી. નાં પો.સ.ઇ. એ.એસ. સૈરવૈયા તેમના પોલીસ ટીમ સાથે બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં તે દરમિયાન અંગત બાતમીદાર થકી એક સીલ્વર કલરની બોલેરો કાર નંબર જીજે 16 વી 9246 માં એક શખ્સ મધ્યપ્રદેશ તરફથી શરાબ ભરી ખાટીયાવાંટ ચોકડી થઇ મોડાસર ચોકડીથી નીકળી નર્મદા મેઇન કેનાલના રસ્તે થઇ સુર્યાઘોડા ગામ તરફ જનાર છે. તેવી મળેલ બાતમી હકીકત આધારે ઝાંખરપુરા તેઓ ઝાંખરપુરા ગામ નજીકથી પસાર થતી રેલ્વે લાઈનનાં ગરનાળા નજીક નાકાબંધીમાં ગોઠવાઇ ગયા હતા. તે દરમ્યાન ઉપરોકત હકીકતવાળી કાર નર્મદા મેઇન કેનાલ તરફથી આવતા તેને રોકવા બેટરીના અજવાળાથી ઇસારો કરતા તે દુરથી પોલીસને જોઇ ગાડીના ચાલકે તેની કારને ચાલુ હાલતમા મુકી ભાગવા જતા તેનો ફીલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડેલ તેને જ સાથે રાખી તેના કબ્જાની બોલેરો કારમાં અંદરના ભાગે વચ્ચેની તથા પાછળની સીટો નીચે બેટરીના અજવાળે જોતા વિદેશી શરાબ ભરેલ પૂઠાના બોક્ષ મળી આવેલ જેથી ઝડપાયેલ શખ્સનુ પંચો રૂબરૂ નામઠામ પુછતા તેણે પોતાનું નામ વિરેન્દ્રભાઇ ભાયાભાઇ જાતે ભીલાલા ઉ.વ.૨૩ રહે. ચાપરીયા લુહાર ફળીયાનો હોવાનું જણાવેલ તેઓના કબ્જાની સીલ્વર કલરની બોલેરો કાર નંબર જીજે 16 વી 9246 માં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી શરાબ ભરેલ પ્લાસ્ટીકના હોલ તથા પતરાની ટીન બીયર મળી કુલ બોટલ નંગ ૮૮૮ કુલ કિંમત રૂ. ૨,૨૫,૬૦૦ નો તથા વિદેશી શરાબની હેરાફેરીમા ઉપયોગ લીધેલ સીલ્વર કલરની બોલેરો કારની કિંમત રૂ. ૨,૫૦,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ ૧ કિંમત રૂ.૧,૦૦૦ મળી કુલ કિંમત રૂ. ૪,૭૬.,૬૦૦ ના મુદ્દામાલ સાથે એક શખ્સની અટક કરી કાયદેસરની તપાસ માટે બોડેલી પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવેલ છે. આમ છોટાઉદેપુર જિલ્લા એલ.સી.બી. દ્વારા અવ-નવી યુકિતપ્રયુક્તિઓનો પર્દાફાસ કરી પ્રોહી મુદ્દામાલ તથા પ્રોહીની હેરાફેરી કરતા એક શખ્સની અટક કરમતા બુટલેગરોમાં ફફડાટ મચી જવા પામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *