સુરત ટ્રેલર અને પિકઅપ કારના અકસ્માતમાં એક શખ્સનું મૃત્યુ

સુરત : ગુજરાતની સરહદે આવેલા મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના સાક્રીમાં સવારના અરસામાં ટ્રેલર-ટ્રક અને પિકઅપ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પીકઅપના ડ્રાઈવરનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે રસ્તા પર ઉભેલો એક વ્યક્તિ બચી ગયો હતો. અકસ્માતના સમગ્ર દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયાં હતાં. સાક્રીની રામ હોટેલ પાસે અકસ્માતમાં સર્જયો છે. સીસીટીવીના દ્રશ્યો મુજબ મહારાષ્ટ્ર રાજ્યના પરિવહન નિગમની બસ ધુલિયાથી સાક્રી તરફ જઈ રહી હતી. ત્યારે બસ પેસેન્જર માટે ઉભી રહી હતી. ત્યારે ઉભેલી બસને ક્રોસ કરવા જતાં સામેથી આવી રહેલા પિકઅપ વાન સાથે ટ્રેલર અથડાયું હતું. ધડાકાભેર સર્જાયેલા અકસ્માતમાં પિકઅપ વાનના ચાલકને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર બનાવ અંગે સાક્રી પોલીસ કાર્યવાહી કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *