FCI કોલોનીના ક્વાર્ટરમાંથી 7 શરાબની બોટલ મળી આવી
ગાંધીધામની એફસીઆઈ કોલોનીના ક્વાટરમાં પોલીસે રેડ પાડીને ત્રણ શરાબની બોટલ ઝડપી પાડી હતી. સંકુલમાં શરાબની બદીને દૂર કરવા માટે પોલીસ દ્વારા અવારનવાર કાર્યવાહી કરાય છે. મુળ રાજસ્થાનના અને હાલે ગાંધીધામની એફસીઆઈ કોલોનીના ક્વાટર નં. 26 એમાં રહેતા સાવરમલ હનુમાન મીણાને ત્યાં એ ડિવીઝન પોલીસે રેડ પાડતા અરુણાચલ પ્રદેશ અને હરીયાણાની અલગ અલગ કુલ 7 શરાબની બોટલો મળી કુલ 2,450 નો મુદામાલ કબ્જે કર્યો હતો. ક્વાટરમાંથી શરાબનું વેંચાણ કરતો હોવાનું ઘટનામાં ફલીત થયુ હતુ. મીણાને પ્રોહિબીશનના ધારા તળે પોલીસે ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી હતી. તો ગણેશનગરના શાક માર્કેટ નજીકથી રાજેશ દેવરાજ પારીયા (મહેશ્વરી) ને ત્યાં થી 5 લીટર દેશીદારૂ મળી આવ્યો હતો. ઈસમ સ્થળ પર મળ્યો ન હતો.