ભુજની પોલીસે પીલુડા ગામ પાસેથી 15.50 લાખનો અંગ્રેજી શરાબ પકડ્યો
સરહદી રેંજની આરઆરસેલના સ્ટાફે થરાદ પાસે 15.50 લાખની કિંમતનો અંગ્રેજી શરાબ પકડી પાડ્યો હતો. આ ઘટનામાં બે શખ્સોના નામો ખુલવા પામ્યા છે. જાણવા માલતિ વિગતો અનુસાર પીલુકા ગામ પાસે ડમ્પર નંબર જીજે 1 સી એક્સ 5831ને ચેક કરતાં તેમાંથી અંગ્રેજી શરાબની બોટલ નં 15504 કિંમત રૂ. 15,50,400 ની મળી આવી હતી. ડમ્પરના ચાલક રાજસ્થાનના મીઠડી ગામના રૂડારામ ભોજજી માજીરાણા અને ચેતનરામ દેવાજી માજીરાણાને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી રોકડ રૂ. 3,500, ત્રણ મોબાઈલ જપ્ત કરાયા છે. પૂછપરછમાં આ જથ્થો સરવાણાના એક ઈસમે ભરાવી આપ્યો હતો અને થરાદ તાલુકા ડુવા ગામે ડમ્પરના માલિકે મંગાવ્યો હોવાની કેફીયત આપી હતી. આ કેસમાં 4 શખ્સો સામે પ્રોહીબીશનની કલમો તળે ગુનો નોંધણી કરવામાં આવ્યો છે.