પોરબંદર : ખેતીની જમીન નામે ન કરતાં મુદે માતા ઉપર પુત્ર દ્રારા હુમલો

પોરબંદર પાસેના બાવળવાવની સીમમાં માતા ઉપર પુત્રએ હુમલો કરતાં પોલીસ ફરિયાદ લખાવાઈ છે. જેમાં હુમલાખોર પીધેલો ઝડપાયો હોવાથી તેની સામે બે ગુના નોંધવામાં આવ્યા છે. બાવળવાવની ગોઢાણા સીમમાં રહેતા ઢેલીબેન દુદાભાઈ રાણાવાયાના નામની મહિલાએ એવી પોલીસ ફરિયાદ લખાવી છે કે, તેના પુત્ર અરશી દુદાભાઇ રાણાવાવએ ખેતીની જમીન પોતાના નામે કરાવવા તેમણે સહી કરાવવાનું કહ્યું હતું. પરંતુ તેમણે સહી કરવાની ના પાડતા ગુસ્સે ભરાઈ અરશીએ તેમને આપશબ્દો આપી, લાકડી વડે માર મારી, ફેકચર  જેવી ઇજાઓ કરી હતી. ગુનો લખાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *