જુનાગઢમાંથી તમંચા સાથે ઈસમ પકડાયો
જુનાગઢ તાલુકા પગાયસર ગામે રહેતા વસંત બોડા આહીરને જુનાગઢ એ ડિવિઝન પોલીસે દેશી બનાવટને તમંચો તથા કાર્ટિસ સાથે પકડી પાડી, પૂછપરછ કરતાં આ તમંચો તેમના મૃતકાકાનો હોવાનું જણાવ્યું હતું. એ ડિવિઝન પોલીસે આંર્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.