પ્રોહિ.ડ્રાઈવ દરમ્યાન આડેસર ટાઉનમાંથી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી આડેસર પોલીસ

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામનાઓએ પૂર્વ કચ્છ જીલ્લામાં ગેર ડાયદેસર પ્રોહિબિશનની બદી નેસ્ત નાબુદ કરવા સુચના આપી પ્રોહિબિશન ડ્રાઈવનુ આયોજન કરેલ હોઈ. જે અનુસંધાને મે.ના.પો.અધિ.શ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉ તથા સી.પી.આઈ.શ્રી વી.જે.ગઢવી સાહેબ, રાપર સર્કલ રાપરનાઓના માર્ગદર્શન મુજબ આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેકટર બી.જી.રાવલ તથા પોલીસ સ્ટાફના માણસો આડેસર ટાઉનમાં પ્રોહિ અંગે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પો.સ.ઈ. બી.જી.રાવલનાઓને મળેલ બાતમી આધારે આડેસર ગામના ફારૂક અકબર હિંગોરજાના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂનો પ્રોહિબિશનનો ગણના પાત્ર કેસ શોધી એક આરોપીને પકડી પાડી આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિ.એકટની કલમ તળે ગુનો રજીસ્ટર્ડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
(૧) ફારૂક અકબર હિંગોરજા, ઉ.વ.૨૨, ધંધો.મજુરી, રહે.આડેસર, રેલ્વે સ્ટેશન રોડ, તા.રાપર, જી.ભુજકચ્છ
(૨) મુબારક બલોચ, રહે.પીપરાળા, તા.સાંતલપુર, જી.પાટણ
(3) મહેન્દ્ર કરશન રાજપુત, રહે.ભીમાસર, તા.રાપર, જી.ભુજ કચ્છ
કામગીરી કરનાર અધિ/કર્મચારી
આ કામગીરી પો.સ.ઈ.બી.જી.રાવલ તથા આડેસર પોલીસ સ્ટેશન ના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.