ભારતીય બનાવટના વિદેશી દારુ નો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી સામખીયારી પોલીસ

શ્રી જે.આર.મોથલીયા સાહેબ મ્હે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ કચ્છ
તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામનાઓએ જીલ્લામાં બનતા
પ્રોહિબીશનના કેશો શોધી કાઢવા તેમજ દારૂને નેસ્તનાબુદ કરવા આપેલ સુચન અન્વયે શ્રી સાગર સાંબડા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ તથા સર્કલ પોલીસ ઈન્સ્પેકટર નાઓના માર્ગદર્શન હેઠળ
શ્રી વી.આર.પટેલ સીની.પોલીસ સબ ઈન્સ્પેકટરનાઓના માર્ગદર્શન હેઠળ ટાઉનબીટ વિસ્તારમાં શ્રી સી.એસ.ગઢવી પોલીસ સબ ઈન્સ્પેકટર તથા પોલીસ સ્ટાફ પ્રાઇવેટ વાહનમા પેટ્રોલીંગમા હતા તે દરમીયાન પો.કોન્સ. કેતનકુમાર પ્રજાપતીને બાતમી હકીકત મળેલ કે “સામખીયાળી ગામના હિતેષ હસમુખભાઇ ચાવડા (કોલી) તથા (૨) નવિન જશાભાઇ કોલી બંને રહે. શાંતિનગર પ્લોટ વિસ્તાર સામખીયાળી વાળાઓ હિતેષ કોલીના રહેણાંક મકાનમાં ઇંગ્લીશ દારૂ ઉતારવાના હોય અને રાજેશ લક્ષમણ કોલી રહે. જંગીવાળો પોતાના કબ્જાની સ્વિફ્ટ ડિઝાયર કારમાં ઇંગ્લીશ દારૂ ભરીને લાવીને હિતેષના ઘરની બાજુમાં ગાડી પાર્ક કરીને ઉભેલ છે” તે હકીકત આધારે હિતેષના ઘરની બાજુમાં રેઇડ કરતા રજી.નં.જી.જે.૦૩.એલ.જી.૭૭૪૨ વાળી સફેદ કલરની સ્વિફ્ટ ડીઝાયર કારની ડેકીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારુની પેટીઓ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી વિદેશી દારુ નો ગણનાપાત્ર કેશ શોધી કાઢવામાં આવેલ છે.
પકડવાના બાકી આરોપીનુ નામ :- (૧)હિતેષ હસમુખભાઇ ચાવડા (કોલી) તથા (૨) નવિન જશાભાઇ કોલી બંને રહે . શાંતિનગર પ્લોટ વિસ્તાર સામખીયાળી તા.ભચાઉ તથા (૩)રાજેશ લક્ષમણ કોલી રહે. જંગી તા.ભચાઉ
