ચોરી કે છળકપટથી મેળવેલ લોખંડના સળીયા સાથે એક ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી,ગાંધીધામ

માન.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર. મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ,ગાંધીધામ નાઓ દ્વારા જિલ્લામાં ચોરી કે છળકપટથી મેળવેલ ગે.કા મુદ્દામાલ શોધી કાઢવા થયેલ સુચના મુજબ એસ.ઓ.જી.ટીમ દ્વારા ભચાઉ-સામખિયારી નેશનલ હાઈવે રોડ ઉપર પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, મઢુલી હોટલના પાછળના ભાગે હોટલના સંચાલક ગોવર્ધનરામ પુંજાજી પ્રજાપતિ ગેરકાયદેસર રીતે પોતાના કબજામા ચોરી કે છળકપટથી લોખંડના સળીયા રાખેલ હોય જે અંગે રેઈડ કરી તપાસ ક૨તા કોઈ બીલ કે આધાર પુરાવા મળી ન આવતા તેના કબજામાંથી લોખંડના સળીયા વજન ૮૦૦ કિ.ગ્રા કિં.રૂ. પર,000/-નો મુદ્દામાલ કબજે કરી ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

અટક કરેલ આરોપી:-

(૧)ગોવર્ધનરામ પુંજાજી પ્રજાપતિ ઉ.વ.૩૮ મુળ રહે.ચાડો ડી ઢાણી તા.સિંણધરી જી.બાલોતરા રાજસ્થાન હાલે રહે. ભચાઉ સામખિયારી નેશનલ હાઈવે પાસે મઢુલી હોટલ ભચાઉ કચ્છ

મુદ્દામાલની વિગત:-

(૧) લોખંડના સળીયા વજન ૮૦૦ કિ.ગ્રા કિં.રૂ.૫૨,૦૦૦/-

કુલ મુદ્દામાલ કિ.રૂ.પ૨,૦૦૦ /-

ઉપરોકત કામગીરીમાં એસ.ઓ.જી. ઈ.પો.ઈન્સ.એન.કે.ચૌધરી તથા એસ.ઓ.જી. સ્ટાફ જોડાયેલ હતો.