લખપત ખાતે આવેલ ખારાઈની એક કંપનીના સ્ટોરરૂમનું તાળું તોડી તેમાંથી 27 હજારની તસ્કરી થતાં પોલીસે મથકે ફરિયાદ

લખપત ખાતે આવેલ એક કંપનીના સ્ટોરરૂમનું તાળું તોડી તેમાંથી 27 હજારની તસ્કરી થતાં પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે મળેલ માહિતી અનુસાર લખપત ખાતે આવેલ ખારાઈમાં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીની સેવાગ્રામ ટાઉનશિપમાં ડી. જી. હાઉસના સ્ટોરરૂમનું તાળું તોડી તેમાંથી વાયર અને પાંચ ટયુબલાઈટ એમ કુલે રૂા. 27,050ની મત્તાની તસ્કરી કરી ચોર ઈશમો ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે મથકે નોંધાવવામાં આવેલ ફરિયાદ અનુસાર ગત રાત્રે ટાઉનશિપના ડી.જી. હાઉસના મેઈન ગેટનું તાળું તોડી અંદર પ્રવેશી સ્ટોરરૂમનું તાળું તોડી તેમાંથી અલગ-અલગ વાયર જેની કિં. રૂા. 26,300 તથા પાંચ સ્ટ્રીટ લાઈટ કિં. રૂા. 750 એમ કુલે રૂા. 27,050ના મુદ્દામાલની ચોરી કરી આરોપી શખ્સો ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.