ચેક પરત ફરવાના કેસમાં રાજડાના આરોપીને એક વર્ષની  કેદ

Court-1495027562_835x547

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ચેક પરત ફરવાના કેસમાં રાજડાના આરોપીને એક વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ માંડવી તાલુકાના રાજડાના આરોપી શખ્સે ફરિયાદી કાંતિલાલ વેલજી સરસિયા  પાસેથી 40 હજાર લીધેલ હતા, જે પેટે આપવામાં આવેલ ચેક  અપૂરતા ભંડોળના કારણે પરત ફરતાં ફરિયાદીએ આરોપી શખ્સ વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ હતો.  કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપી શખ્સને એક  વર્ષની કેદ અને રૂા. પ000ના દંડનો હુકમ જાહેર કર્યો છે. ઉપરાંત ફરિયાદીને વળતર પેટે રૂપિયા ચાલીસ હજાર  એક  માસની અંદર ચૂકવવા તેમજ આરોપી  વળતરની રકમ ચૂકવવામાં કોઈ આનાકાની કરે તો વધુ  વધુ ત્રીસ દિવસની  કેદની સજાનો હુકમ કર્યો છે.