અબડાસા ખાતે આવેલ મોટી ભેદી ગામના 25 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી
અબડાસા ખાતે આવેલ મોટી ભેદી ગામના 25 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ ગત શનિવારના બન્યો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અબડાસાના મોટી ભેદી ગામના 25 વર્ષીય યુવાન રાજેન્દ્રસિંહ હેમુભા જાડેજાએ ગામના સીમ વિસ્તારમાં આવેલ ત્રિવેણી તલાવડી નજીક બાવળના ઝાડમાં સાંજના સમયે કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. પોલીસે આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.