ભુજના નાના બાંદરામાં 40 વર્ષીય આધેડ મહિલાએ દવાના ગ્લાસમાં પાણી પી લેતા મોત

copy image

copy image

ભુજના નાના બાંદરામાં 40 વર્ષીય આધેડ મહિલાએ દવાના ગ્લાસમાં પાણી પી લેતા તેમનુ મોત નીપજયું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ખેડાના અને હાલમાં ભુજ તાલુકાના નાના બંદરા ગામની વાડીમાં રહેતા 40 વર્ષીય લલીબેન બાબુભાઈ પરમારે ભૂલથી દવાના ગ્લાસમાં પાણી પી લેતા તેમને સારવાર અર્થે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું. પોલીસે આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.