નખત્રાણા ખાતે આવેલ મોટા ધાવડાના વાડી વિસ્તારમાંથી 17 હજારની રોકડ સાથે પાંચ ખેલીઓ ઝડપાયા

589700500jugar

copy image

copy image

નખત્રાણા ખાતે આવેલ મોટા ધાવડાના વાડીવિસ્તારમાંથી 17 હજારની રોકડ સાથે પાંચ ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર નખત્રાણા ખાતે આવેલ મોટા ધાવડામાં એક  વાડી નજીક ગત દિવસે બપોરના સમયે પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી અને  ગંજીપાના વડે જુગાર રમતા પાંચ જુગારપ્રેમીઓને દબોચી લીધા છેપ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણા પોલીસ  પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી બાતમી મળી કેમોટા ધાવડાની વાડીવિસ્તારમાં વાડી નજીક અમુક ઈશમો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળ સ્થળ પર દરોડો પાડી 17 હજારની રોકડ સાથે પાંચ જુગાર પ્રેમીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.